આ વેબપેજ બનાવવા પાછળનો આશય
મધ્યકાલીન ગુજરાતનો ઈતિહાસ વર્ણવતા પુસ્તક મિરાત-એ-સિકંદરીની થોડી જ ગુજરાતી નકલો બાકી રહી છે જે આવનારા થોડા વર્ષોમાં ચૂર્ણ થઈ જશે. ત્યારે અમદાવાદના સરખેજ રોજા ટ્રસ્ટ દ્વારા નજીકના ભૂતકાળમાં તેનું પુન:પ્રકાશન કરાવવામાં આવ્યું છે. આમ તો આ કાર્ય ઉમદા લાગે પરંતુ હકીકત એ છે કે સરખેજ રોજા ટ્રસ્ટે મિરાત-એ-સિકંદરીના પુન:પ્રકાશન સમયે અસલ પુસ્તકના ઘણા અંશો બદલી નાખ્યા છે અને અસલ પુસ્તકમાં પુષ્કળ ફેરફાર કર્યા છે. અહીં ગુજરાતના ઈતિહાસના ભાવિ સંશોધકોના લાભાર્થે અસલ મિરાત-એ-સિકંદરીની સરખામણીમાં નકલી મિરાત-એ-સિકંદરીમાં શું ફર્ક કરવામાં આવ્યા છે એનું વિસ્તૃત વિવરણ પ્રસ્તુત કરીએ છીએ.