ગુજરાતમાં સલ્તનતકાળના ૧૮૧ વર્ષના ઈતિહાસની હકીકતો સાથે ચેડાં
ઇતિહાસ એ ઇતિહાસ છે, રમત નથી કે તેને ચાહો તેમ ખેલી શકો. મિરાતનો અર્થ દર્પણ થાય છે. દર્પણની સામે જે હોય તે સાચેસાચું બતાવી દે છે. મુસ્લિમ ઇતિહાસકાર સિકંદરે કોઈ બાંધછોડ કે શેહશરમ રાખ્યા વગર સન ૧૫૫૩માં મિરાતે સિકંદરી નામના ફારસી ગ્રંથમાં સુલતાનોના સમયના ગુજરાતનો ઇતિહાસ લખ્યો અને સુલતાની ગુજરાતને દર્પણની માફક બતાવ્યું. આ ગ્રંથનું પછીથી અંગ્રેજી અને ગુજરાતીમાં ભાષાંતર થયું જેમાંનું ગુજરાતી ભાષાંતર છેલ્લે ૧૯૧૪માં છપાયું હતું. સો વર્ષ થવા આવ્યા છે ત્યારેહવે મિરાતે સિકંદરીના ૧૯૧૪ના પુસ્તકની ગણીગાંઠી નકલો બચેલી રહી ગઈ છે. આવામાં અમદાવાદની સરખેજ રોજા કમિટીએ લુપ્ત થઈ જાય તે પહેલાં તેને નવેસરથી છપાવીને વઘુ સો બસો વર્ષ માટે જીવતદાન આપવા માટે તેનું પુનઃપ્રકાશનનું કામ હાથ ધર્યું નતીજા સ્વરૂપે મિરાતે સિકંદરી હવે નવેસરથી બજારમાં આવી પણ ગયું છે.
ઉપરછલ્લી રીતે તો સરખેજ રોજા કમિટીનું કામ ઉમદા લાગે પરંતુ ખરો એજન્ડા આ પુસ્તકને બચાવવાનો નહીં પણ બદલવાનો હતો એવું હવે પુસ્તક બહાર પડ્યા પછી સુસ્પષ્ટ છે. અસલ મિરાતે સિકંદરી અને સરખેજ રોજા કમિટીના મિરાતે સિકંદરીને સરખાવતા, સંશોધકની દ્રષ્ટિએ દ્રષ્ટિપાત કરતાં નવા મિરાતે સિકંદરીમાં સત્યને છૂપાવવાની, અસત્યને સત્ય બનાવવાની, ઇતિહાસની ફેરબદલી કરી દીધી હોવાની માફ ન કરી શકાય એટલી અઢળક શયતાનીઓ માલૂમ પડે છે.
ગુજરાતના સુલતાનો વંશગત રીતે મૂળ ક્ષત્રિય હતા અને રામચંદ્રજીના વંશજ હતા પરંતુ દારૂનો ઉપયોગ કરતા ક્ષત્રિયોમાંથી નાત બહાર કઢાયા હતા એ વાત કરતો પ્રથમ પ્રકરણનો ફકરો નવા પુસ્તકમાં ઉડાડી દેવાયો છે. આ ફકરામાં સુલતાનોની હિંદુ પેઢીઓનો નામો સહિત ઉલ્લેખ હતો. ઝફરખાને મુસલમાનોના રિવાજ પ્રમાણે ગુજરાત દેશ પોતાને સ્વાધીન કર્યો હતો એવા મૂળ પુસ્તકના વાક્યમાંથી મુસલમાનોના રિવાજ શબ્દો ગુમ કરી દેવાયા છે. ‘ઝફરખાને સોમનાથ પાટણનું દહેરૂં લૂંટવાનો વિચાર કર્યો... કાફરોના તોર દબાવી દઈ સોમનાથ ગયો. આ મશહૂર દેવળ તોડીને ત્યાં મુસલમાની ધર્મ- રીતરિવાજો દાખલ કર્યા... એ જ વર્ષમાં ખબર મળી કે સોમનાથના હિંદુઓએ દરેક તરફ તોફાન ઉઠાવ્યું છે અને સ્વતંત્ર થવાનો દાવો કરે છે. આવો તેમનો નાલાયક ઇરાદો બેસાડી અને ઇસ્લામી ધર્મને મજબૂતાઈ આપી તેઓ પાટણ પાછા ફર્યા...’ આ બઘું નવી મિરાતે સિકંદરીમાં ગુમ છે. એક ઠેકાણે ‘કાફરો’ના સ્થાને ‘ઝુલ્મીઓ’ લખી દેવામાં આવ્યું છે. એક ઠેકાણે ‘દૈવયોગે’ શબ્દ ગુમ છે.
‘ઝફરખાનને ખબર મળી કે મંદ (માંડુ)ના હિંદુઓ મુસલમાનો પર જુલમ કરે છે. ખાને પોતાના ખાસ પ્રધાનો અને ઉમરાવોને બોલાવીને કહ્યું કે પૂર્વના (માંડુ ગુજરાતની પૂર્વે આવેલું છે.) મુસલમાનોને કંઈ પણ મુસીબત હોય તો તેમને મદદ કરવાની પશ્ચિમના (ગુજરાતના) મુસલમાનોની ફરજ છે... આ બાબતે જો આપણે શાંત રહીશું તો કાલે સવારે રાજાઓના પણ રાજા ખોદાતાલા આગળ શું જવાબ દઈશું ? મારી સલાહ તો એ છે કે કાફરોને સજા પહોંચાડવી લાઝમ છે...’ આ આખો ફકરો ગુમ છે.
સુલતાન તાતારખાન વિશેના બીજા પ્રકરણમાં ‘નાંદોદના હિંદુઓ’ એવા શબ્દપ્રયોગમાં ‘હિંદુઓ’ શબ્દ ઉડાડી દઈ તેને સ્થાને ‘દુશ્મનો’ શબ્દ લખી દેવાયો છે. મુઝફરશાહ વિશેના ત્રીજા પ્રકરણમાં ‘કુંભકોટના હિંદુઓ સામે લશ્કર મોકલાયું’ એવા પ્રયોગમાં ‘હિંદુઓ’ના સ્થાને ‘વિદ્રોહીઓ’ લખી દીઘું છે. સુલતાન શેખ કાસીમ પાસે ‘ઇસ્લામ ફતેહ’ થાય એવી આશિષ માંગવા આદમી મોકલ્યો એ વાક્યમાંથી ‘ઇસ્લામ’ શબ્દ ગુમ છે.
અમદાવાદ વસાવનારા સુલતાન અહમદશાહના પ્રકરણમાં ગુજરાતમાં ઇસ્લામ તલવારથી ફેલાયો હતો એવી સ્પષ્ટ વાત કરતા ફકરાને ઉડાડી દેવાયો છે. ‘ગુજરાત દેશના દર્પણમાંથી મૂર્તિપૂજાનો કાટ દિલ્હીના પાદશાહ અલાઉદ્દીને પોતાની તેજદાર તરવારથી કાઢ્યો હતો અને પાટણથી તે ભરૂચના કિલ્લા સુધી તેણે ઇસ્લામી ધર્મ ફેલાવ્યો હતો. પણ આસપાસના પ્રદેશમાં ધર્મનું જે અંધારૂ હતું તે રહ્યું હતું. આખરે ગુજરાતના સુલતાનોની મહેનતથી ધીમે ધીમે સફાઈ થઈ. સુલતાન અહમદે કેટલા મહાલમાં પોતાની મહેનતથી ઇસ્લામી ધર્મ ફેલાવ્યો તેનું વર્ણન હવે કરવામાં આવશે.’ અહમદશાહના જ પ્રકરણમાં એક ઠેકાણે ‘મંડળીક રાજાના તાબાના સોરઠ મુલકમાં’ એવા મૂળ વાક્યમાંથી મંડળીક રાજાનું નામ કાઢી નંખાયું છે. અહમદશાહે ‘ગિરનારના હિંદુઓ સામે’ ચડાઈ કરી એ અસલ વાક્યમાંથી ‘હિંદુઓ’ કાઢી નંખાયું છે એ જ રીતે ‘મુસલમાન લશ્કરના આગળના ભાગે હિંદુઓના લશ્કરને હરાવી દીઘું.’ એ ઉલ્લેખ પણ કાઢી નંખાયો છે.
‘અહમદશાહ સિદ્ધપુરનું સોના રૂપાની મૂર્તિઓવાળું દેવળ તોડવા આવ્યો. એ દેહરૂ લઈને ત્યાં મસ્જીદ બનાવી. જ્યાં મૂર્તિ, મૂર્તિ બનાવનાર અને મૂર્તિ પૂજનાર બેસતા હતા ત્યાં ઇમામ ખતીબ અને મુવઝન બેસવા લાગ્યા. સુલતાન અહમદના પ્રારબ્ધે એવી સહાય કરી કે જ્યાં મંદિર હતું ત્યાં ખુદાની મસ્જિદ થઈ... અહમદશાહે સંખેડા બહાદુરપુર પર ચડાઈ કરી અને પરત ફરતા હરેક ખૂણામાંથી ઘણાં ગુલામોને પોતાની સાથે લીધા અને મોરના પીછા જેવી ઘણીક ખુબસુરત સ્ત્રીઓને પણ દરેક જણ લૂંટની સાથે લઈ ગયા... ત્યારપછી સુલતાન અહમદ રાજ્યના જુદા જુદા ભાગમાં બંદોબસ્ત કરવા નીકળ્યો. જ્યાં જ્યાં લોકો સામા થતા ત્યાં ત્યાં તે તેમની પાયમાલી કરતો, મૂર્તિના મંદિરો તોડી નાંખતો અને તે જગ્યાએ મસ્જિદો તથા મિનારા બંધાવતો.’ મૂળ મિરાતે સિકંદરીમાંનું આ બઘું સરખેજ રોજા કમિટીએ નવી આવૃત્તિમાં ગુમ કરી દીઘું છે.
સુલતાન મહંમદશાહ બીજાના પ્રકરણમાં મૂળ મિરાતે સિકંદરીમાં ઉલ્લેખ છે કે, ઇડરના રાજાએ સુલતાન મહંમદશાહને પોતાની એક દીકરી મોકલી આપી. સુલતાન મહંમદ તેની ખૂબસૂરતીથી ગાંડો થઈ ગયો અને તેની ભલામણથી ઇડરનો મુલ્ક તેના બાપને પાછો આપ્યો... પરંતુ સરખેજ રોજા કમિટીના મિરાતે સિકંદરીમાં આ ગુપચાવાયું છે. જલાલખાન ઉર્ફે સુલતાન કુત્બુદ્દીનના પ્રકરણમાં મહમૂદ ખીલજીના એલચીઓનો આ સંદેશો ગુપચાવાયો છે ઃ મુસલમાનોની અંદર અંદરની લડાઈથી નાસ્તિક લોકોનો ઉલટું સુખ થાય છે. માટે વધારે સારું એ છે કે આસ્તિક લોકોએ ભાઈઓ તરીકે વર્તીને કુરાનના વચન પ્રમાણે એક થવું જોઈએ અને નાસ્તિકોને દબાવી દેવા જોઈએ. ખાસ કરીને રાણા કુંભાને...
મહમૂદ બેગડાના પ્રકરણમાંથી ‘હિંદુ’ શબ્દ ૨૭ વખત ગુમ કે રિપ્લેસ કરાયો છે. બેગડાએ જુનાગઢ, સોરઠ ચાંપાનેરના કિલ્લા/ પ્રદેશ જીતીને ‘હિંદુ’ રીતરિવાજ નાબૂદ કરી ‘ઇસ્લામી’ રીતરિવાજ દાખલ કર્યા એવા મૂળ ઉલ્લેખને ફેરવીને હિંદુના સ્થાને ‘ખોટા’ અને ‘ઇસ્લામી’ના સ્થાને ‘સારા’ એવા શબ્દ રિપ્લેસ કર્યા છે. ધર્મસંગ્રામ કરવા સુલતાને જવાહીરદાર લોઢાના શસ્ત્રો મંગાવ્યા એ મૂળ વાક્યમાંથી ધર્મસંગ્રામ શબ્દ ગુમ છે. સુલતાને ગિરનારના હિંદુઓને પરાજય કરવા ચડાઈ કરી એવા મૂળ વાક્યમાં ફેર કરીને હિંદુઓના સ્થાને રહેવાસીઓને લખ્યું છે. હિંદુઓના કુટુંબ પરિવાર તથા માલમત્તાનો મોટો ભાગ લશ્કરના હાથમાં આવ્યો એમાં હિંદુ શબ્દ ગુમ છે.
સુલતાનના સાંભળવામાં આવ્યું કે રાવમાંડળીક જ્યારે મૂર્તિપૂજા કરવા દેવાલયમાં જાય છે. ત્યારે સોનેરી પોશાક પહેરી તથા સોનેરી છત્ર લઈ ઘણા જ રૂઆબમાં જાય છે ! આમાં ‘મૂર્તિપૂજા કરવા દેવાલયમાં જાય છે’ એ વાત ગુમ છે... ‘રાવ માંડળીક સુલતાનની હજુરમાં આવ્યો અને કહ્યું કે મારાથી કંઈ ગુનો થયો નથી તો મારૂં બઘું ખેદાનમેદાન કરવા શા માટે મથો છો. સુલતાને કહ્યું કે મૂર્તિપૂજા કરતૉં બીજો કયો મોટો ગુનો છે. જો સુખ ચાહતો હોય તો તોહીદનું મહાવાક્ય ભણ અને ખરા અંતઃકરણથી મુસલમાન થા કે જેથી તારા મુલક ઉપરાંત બીજો મુલક પણ તારા હવાલામાં સોપું. અને જો તેમ ન કરીશ તો તારૂં નામનિશાન દુનિયાજહાનમાંથી ઉખેડી નાંખીશ...’ આ બઘું ગુમ કરી દેવાયું છે.
સોરઠના હિંદુઓ શરણે આવ્યા ત્યારે સુલતાને તે લોકો ઇસ્લામી ધર્મ અખત્યાર કરે તેવી શરતે તે લોકોની પ્રાર્થના કબૂલ રાખી એ ઉલ્લેખ ઉડાડી દેવાયો છે. ધર્મના મિત્રો અપવિત્ર ઇશ્વર વિમુખ હિંદુઓ પર વિજયવંત થયા એ વાક્યમાં હિંદુઓના સ્થાને એકેશ્વર વિરોધી લોકોએ લખ્યું છે.
‘તેણે કાફરના કિલ્લાનો દરવાજો તોડી નાંખ્યો અને દુનિયાને મૂર્તિપૂજક લોકોથી અને મૂર્તિથી પાક બનાવી’ એવા મૂળ ઉલ્લેખના સ્થાને ‘કાફર’ ઉડાડીને ‘દુશ્મન’ લખ્યું છે. ‘મૂર્તિપૂજા’ અને ‘મૂર્તિ’ કાઢી ‘વિરોધીઓ’ એવું લખ્યું છે. ‘મૂર્તિપૂજાના મંદિરને ક્રોધના અગ્નિથી ભસ્મીભૂત કર્યું અને ધર્મશાસ્ત્રનો દીવો પ્રગટ્યો’ એવા અસલ વાક્યના બદલે વિરોધીઓથી ધર્મશાસ્ત્રનો દીવો પ્રગટ્યો એવું લખ્યું છે.
‘સિંધના જમીનદારોએ પોતાના એલચીઓને સુલતાન (બેગડો) પાસે મોકલ્યા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની કબૂલાત આપી એટલી બધી આજીજી અને નરમાશ બતાવી કે સુલતાને તેમની કતલ માંડી વાળી અને ફરમાવ્યું કે લોકોને ઇસલામી ધર્મમાં આવવાની શરતે રક્ષણ આપવું. વળી તે લોકોએ મુસલમાન ધર્મની તમામ ફરજો બરાબર પાળવી જોઈએ અને હિંદુ લોકો સાથેના સંબંધનો ત્યાગ કરવો જોઈએ. દરેક કોમમાંથી આગેવાન લોકે અમારી રૂબરૂ જુનાગઢ આવવું. તેમને ધર્મના કાયદા કાનુન જાણનાર તથા ઉલેમાઓ પાસેથી ઇસ્લામી ધર્મનું શિક્ષણ આપી પાછા પોતાના કોમ કબીલામાં મોકલવામાં આવશે. તેઓ પોતાને ગામ આવી લોકોને તેવું શિક્ષણ આપે...’ આ આખી વાત ગુમ છે. સિંધના હિંદુ જમીનદારોના સ્થાને એક જગ્યાએ જુલ્મી જમીનદારો કરી નંખાયું છે તો તેમનાં બચ્ચાં છોકરાઓને કેદ પકડી સુલતાને જુનાગઢ મોકલ્યા હતા તે વાત પણ ગુમ કરી દીધી છે.
‘જગત (દ્વારકા) મૂર્તિ પૂજનારાઓનું પવિત્ર ધામ ગણાતું હતું. તેથી સુલતાને તેને જીતી લેવાનો ઇરાદો કર્યો હતો.’ એ વાત ઉડાડી દેવામાં આવી છે. સુલતાને આ સંદર્ભમાં જ કહ્યું હતું કે, ‘આ બુત પરસ્તો (મૂર્તિપૂજકો)ને હું તેઓની નાદાનીયત માટે સજા ફરમાવીશ નહીં ત્યાં લગ આરામ લેવાનો નથી.’ અહીં ‘બુત પરસ્તો’ના બદલે ‘ઝુલમ પરસ્તો’ કરી દેવાયું છે. આગળ દ્વારકાના હિંદુઓના સ્થાને ચાંચીયાઓ શબ્દ રિપ્લેસ કરી દેવાયો છે. સુલતાને દ્વારકામાં મૂર્તિઓ ભાંગી એ વાત ગુમ કરી દેવાઈ છે. હિંદુઓ બહાદુરીથી લડ્યા એ ઉલ્લેખ ગાયબ કરાયો છે. જગત દ્વારકા અને શંખોદ્વારના વિજયી મહમૂદ બેગડાને મૂળ પુસ્તકમાં ‘ધર્મવિજયી’ કહેવાયો છે પરંતુ નવા પુસ્તકમાં એ શબ્દ ગુમ છે. એ જ રીતે એક મૌલાનાએ બાદશાહને ઇસ્લામી ધર્મ તરફની લાગણી માટે મુબારકબાદી આપી એ વાતમાંથી ‘ઇસ્લામી’ ધર્મ શબ્દો ગુમ છે. સુલતાન મહમૂદ બેગડાએ દ્વારકાના હિંદુ રાજાને અમદાવાદમાં મુહાફીઝખાન પાસે મોકલીને એવી સજા કરવાનો હુકમ કર્યોકે અમદાવાદ શહેરના દરેક દરવાજે હિંદુ રાજાના શરીરના ટુકડે ટુકડા કરીને એક એક ટુકડો લટકાવવો. આ વાત નવા પુસ્તકમાંથી ઉડાડી દેવાઈ છે.
જ્યારે ચાંપાનેરના હિંદુ રાજાએ બેગડાના આક્રમણ સામે માંડુના ગ્યાસુદ્દીન પાસેથી રક્ષણ માંગ્યું ત્યારે ગ્યાસુદ્દીને કાજીઓને ભેગા કરીને પૂછ્યું કે પોતે શું કરવું. કાજીઓએ એકમતે જવાબ આપ્યો કે ઇશ્વરની વિમુખ એવા રાજા તથા પ્રજાને આ વખતે મુસલમાની ધર્મના બાદશાહે મદદ કરવી યોગ્ય નથી... આ વાત ઉડાડી દેવાઈ છે. ચાંપાનેર પર સવારથી સાંજ મુસલમાન તથા હિંદુ લશ્કર વચ્ચે ચાલેલી ઝડપના ઉલ્લેખમાં મુસલમાન અને હિંદુ શબ્દો ગાયબ કરીને સુલતાન અને રાવળ તપાઈ એ શબ્દો મૂકી દેવાયા છે. ભૂજના મૂર્તિપૂજકો સાથે સુલતાનનું લશ્કર લડાઈમાં ઉતર્યું એ વાત ઉડાડી દેવાઈ છે. કચ્છ સરહદ પરનું આનબરૂન મૂર્તિપૂજકોનું મુખ્ય સ્થાન હતું અને મૂર્તિપૂજકો સાથે વારંવાર લડાઈમાં ઉતર્યા એ બાબતના મૂળ ઉલ્લેખમાં મૂર્તિપૂજકના સ્થાને બળવાખોરો અને વિદ્રોહીઓ એવા શબ્દો મૂકી દેવાયા છે.
સુલતાન મુઝફ્ફરશાહ બીજાના પ્રકરણમાં સુલતાને હિંદુ લોકોને હાંકી કાઢવાને અને ધર્મિષ્ઠ મુસલમાનોનું રક્ષણ કરવા માળવા તરફ કૂચ કરી એવો મૂળ ઉલ્લેખ ફેરવી દેવાયો છે. એક ઠેકાણે ‘હિંદુઓ બીકથી ઘૂ્રજવા લાગ્યા’ એ મૂળ પુસ્તકના શબ્દો કાઢી નાંખ્યા છે. ‘ઘણા હિંદુ લોકોના કતલ થયા, એમ કહેવાય છે કે હિંદુ લોકોના ૧૯૦૦૦ માણસો માર્યા ગયા...’ ‘જો તમે ફતેહનું વરસ પૂછો તો તે હિંદુ લોકોની પરેશાનીમાં સમાયેલું છે. (હિંદુ લોકો પરેશાન થાય એ વર્ષ મુસ્લિમો માટે ફતેહનું વર્ષ છે.)’ આ બધા ઉલ્લેખો ગાયબ છે. મૂળ મિરાતે સિકંદરીમાં આ જ પ્રકરણમાં એક વાત એવી છે કે રાણાના લશ્કરના લોકો હવેલીઓમાં પહોંચી જઈને જ્યાં સામા દેખાય ત્યાં હિંદુઓને મારતા હતા ત્યારે એક હવેલીમાં આ જ આશયે પહોંચ્યા અને ભોંયરામાં ગયા ત્યાં ધડ-માથા અલગ હોય એવી હાલતમાં ચાલીસ મૃતદેહો જોયા આ વિશેનો વિસ્તૃત વર્ણન કરતો મોટો ફકરો ગુમ કરી દેવાયો છે. એક ઠેકાણે ‘ધાર્મિક લડાઈ’ના ઉલ્લેખમાં ધાર્મિકના સ્થાને ‘માનવતા’ શબ્દ બેસાડી દેવાયો છે. જ્યારે બીજે એક ઠેકાણે મૂળ પુસ્તકમાં એવો ઉલ્લેખ હતો કે...‘એમ કહેવામાં આવે છે કે સુલતાન મહમૂદે પોતાના જનાનખાનામાં બે હજાર પદમણીઓ ભરી હતી’... આ ઉલ્લેખ કાઢી નંખાયો છે. સુલતાનને ગુલામ પોતાની પત્નીની ઓફર કરે છે એ વાત ઉડાડી દેવાઈ છે.
હિંદુ મેદનીરાય કહે છે કે મારા બૈરા છોકરાઓ મુસલમાન લોકોના હાથમાં કેદ પકડાયા છે તો હવે જીવીને શું કરવું છે... મેદનીરાય પોતાને ઠાર કરવાનો પ્રયત્ન કરે છે આ વિશે વિગતવાર વાત કરતો ફકરો ગુમ કરાયો છે.
‘આખરે મુસલમાન લશ્કરની ફતેહ થઈ. ફતેહનો પવન ઇસ્લામી વાવટાના ફૂમતા પર વાયો અને હિંદુ લોકોના મોઢા પર શરમની ઘૂળ વીંટળાઈ વળી. હિંદુ લોકો શરમીંદા થયા. એ લડાઈમાં મુસલમાન લોકોના ફક્ત આઠ પણ ઘણા હિંદુ લોકો મરી ગયા.... આ લડાઈની ખબર તંબુ પર પહોંચી ગઈ અને નાશભાગ કરતા હિંદુની પૂંઠ પકડવા ઇસ્લામી લશ્કર પહોંચી ગયું... મુસલમાન લશ્કરની બહાદુરી જોઈ હિંદુઓ ગભરાયા... ઇસ્લામી લશ્કરે કૂચ કરી...’ સરખેજ રોજા કમિટી પ્રકાશિત નવા મીરાતે સિકંદરીમાંથી આ આખો ફકરો પણ ગાયબ છે.
મુલ્લા ઐયુબ નામના દરબારી કવિએ લખ્યું હતું કે, ‘વિદ્વાનોને અફીણ ખાવું છાજે છે કેમકે વિદ્યા કેફ સાથે રહે છે...’ આ અને આની આસપાસની આખી વાત ઉડાડી દેવાઈ છે. સુલતાન મુઝફ્ફરશાહના હુકમથી ‘લોકોએ રાજી થઈ હિંદુને કૂતરાની પેઠે મારી નાંખ્યો’ એવો સ્પષ્ટ ઉલ્લેખ ઉડાડી દેવાયો છે. ફીરંગીઓ મેંડક ખાય છે એવા ઉલ્લેખમાં મેંડક કાઢીને ખિસકોલી કરાયું છે.
સુલતાન સિકંદરશાહના પ્રકરણમાં મૂળ પુસ્તકમાં જ્યાં એક સ્થાને ‘રામજણી’ શબ્દ છે ત્યાં નવા પુસ્તકમાં ‘બાજારૂ ઓરતો’ શબ્દ છે. દીવમાં તોપો ફોડી બેશુમાર હિંદુઓને મહમૂદ આકા મીરે મારી નાંખ્યા એ મતલબના ઉલ્લેખમાં હિંદુઓના સ્થાને વિદ્રોહીઓ શબ્દ મૂકી દેવાયો છે.... ‘આ મઅલૂન મોતને લાયક છે કારણ કે તેણે કેલાક ઇસ્લામીઓ પાસેથી તેમની ઓરત પડાવીને તેને રખાત તરીકે રાખી છે’... આ ઉલ્લેખ ઉડાડી દેવાયો છે.
‘અઢાર વર્ષથી સીલહદીના કબજાના ભીલસા પ્રદેશમાં ઇસ્લામી ધર્મના કાનૂનોને બદલે હિંદુ ધર્મના કાનૂનો ચાલતા હતા. જ્યારે સુલતાન ત્યાં પહોંચ્યો ત્યારે તેણે હિંદુ ધર્મના રીતરિવાજો કાઢી નાંખ્યા અને ઇસ્લામી ધર્મના કાનૂનો દાખલ કર્યા. વળી ત્યાંના મૂર્તિપૂજકોને મારી નાંખ્યા અને તેઓના દહેરાઓ પણ તોડી નાખ્યા...’ મૂળ પુસ્તકમાંની આ આખી વાતમાં ઇસ્લામી ધર્મના કાનૂનને સ્થાને વ્યવસ્થિત કાનૂન અને સારા કાનૂન તથા હિંદુ ધર્મના કાનૂનના સ્થાને અંધાઘૂંધ કાનૂન શબ્દ દાખલ કરી મૂર્તિપૂજકોના સ્થાને હિંદુ ધર્મના એવા શબ્દો મૂકી દેવાયા છે.
સુલતાન કહે છે કે, ‘જો સીલહદીએ ઇસલામી ધર્મ અખત્યાર ન કર્યો હોત તો આજે તેના ટુકડે ટુકડા કરવા હુકમ આપ્યો હોત... સુલતાનના આક્રમણ ટાણે સીલહદીની સાતસો ઓરતો જોહરની અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ, ઘણા રાજપૂતોની ઓરતો, છોકરીઓ મુસલમાનોના હાથમાં કેદ પકડાઈ, તેમના જવાહરો પ્રખ્યાત ઉમરાવ બુરહાનને આપી દેવાયા... સીલહદીને કેદમાં ઇસ્લામ ધર્મ અખત્યાર કરવાનું ઘણા પ્રયત્ન અને બેશુમાર કોશિશથી કહેવામાં આવ્યું... ધાર્મિક શિક્ષણ આપવાનું તથા ઇસ્લામ ધર્મના કાનૂનો તેના મન પર ઠસાવવાનું ફરમાવવામાં આવ્યું... સલાહ ઉદ દીન નામ આપવામાં આવ્યું...’ આ બઘું મૂળ પુસ્તકનું પાનાભર લખાણ નવા પુસ્તકમાં ઉડાડી દેવાયું છે.
‘સુલતાન મહમૂદના વખતમાં ઇસ્લામી ધર્મના કાયદા કાનૂન તથા રીતરિવાજો એવા તો પૂરજોશમાં અમલમાં મૂકાયા હતા કે શહેરમાં કોઈ હિંદુ ઘોડા પર બેસી શકતો નહિ, અને જ્યાં સુધી તે જામાની બાંય પર અથવા ખભા પર લાલ ટુકડો બાંધતો નહીં ત્યાં સુધી તે જામો પહેરી શકતો નહીં, હિંદુ લોકોના રીતરિવાજો જેવા કો હોળીની ક્રિયા, દિવાળીની ક્રિયા તથા મૂર્તિપૂજા ખુલ્લી રીતે પાળી શકાતા ન હતા. ખાનગીમાં પણ હિંદુઓ ઘૂ્રજતા તથા બીતા બીતા તેઓ પાળતા. ગરાસીઆઓએ સુલતાનના માર્યા પછી તેમને મારનાર નીચ બુરહાનની શકલ પત્થરમાંથી કોતરી કાઢી તેને પરમેશ્વર તરીકે પૂજવા માંડી અને કહ્યું કે આ અમારો પરમેશ્વર છે કે જેણે અમને મોતમાંથી જીંદગી તથા સલામતી બક્ષી છે. (બાકી તો) જો આ પ્રમાણે (સુલતાનનું રાજ) એક વર્ષ વઘુ ચાલ્યું હોત તો અમે ભૂખમરાથી માર્યા જાત અને જીંદગીનો સામાન પ્રલયના પવનને સ્વાધીન કરત...’ આ ફકરો નવા પુસ્તકમાં ગાયબ છે. ૧૫૦૦ની સદીમાં સિકંદરે અમદાવાદને અમદાવાદ તરીકે લખ્યું છે પણ નવા પુસ્તકમાં દરેક ઠેકાણે અહમદાબાદ લખાયું છે.
અને આ લાંબો લેખ તો માત્ર ટ્રેલર છે, ફક્ત પ્રાથમિક સંશોધનમાં માલૂમ પડેલું સત્ય છે. નવા મિરાતે સિકંદરીમાં હજુ ઘણું વધારે ગુપચાવેલું સત્ય અને રિપ્લેસ કરેલું અસત્ય છે. જો ગુજરાતના ઇતિહાસનો દ્રોહ કરનારા પ્રકાશકોમાં જરા પણ સજ્જનતા હોય તો મિરાતે સિકંદરીના નામે છપાયેલા પુસ્તકો સરખેજના તળાવમાં ડૂબાડી દેવા જોઇએ. મરજી મુજબ મચડી કઢાયેલા એડીટ કરાયેલા આ પુસ્તકને અન્યથા સરકારે પ્રતિબંધિત કરીને જપ્તકરવું જોઈએ. પૈસાપાત્ર વ્યક્તિઓએ જૂનું અસલ મિરાતે સિકંદરી હવે જે કંઈ રહીસહી ગયું છે તેને અસલ સ્વરૂપમાં મોટી સંખ્યામાં પુનઃ પ્રકાશિત કરવું જોઈએ. નહીં તો ખોટું મિરાતે સિકંદરી વર્ષો સુધી બદલેલો ઇતિહાસ પ્રચલનમાં રાખશે. ઇતિહાસનો કોઈ ધર્મ ન હોઈ શકે; હિંદુ નહીં, મુસ્લિમ નહીં અને સેક્યુલર પણ નહીં.ઇતિહાસ એ ઇતિહાસ છે, રમત નથી કે તેને ચાહો તેમ ખેલી શકો. મિરાતનો અર્થ દર્પણ થાય છે. દર્પણની સામે જે હોય તે સાચેસાચું બતાવી દે છે. મુસ્લિમ ઇતિહાસકાર સિકંદરે કોઈ બાંધછોડ કે શેહશરમ રાખ્યા વગર સન ૧૫૫૩માં મિરાતે સિકંદરી નામના ફારસી ગ્રંથમાં સુલતાનોના સમયના ગુજરાતનો ઇતિહાસ લખ્યો અને સુલતાની ગુજરાતને દર્પણની માફક બતાવ્યું. આ ગ્રંથનું પછીથી અંગ્રેજી અને ગુજરાતીમાં ભાષાંતર થયું જેમાંનું ગુજરાતી ભાષાંતર છેલ્લે ૧૯૧૪માં છપાયું હતું. સો વર્ષ થવા આવ્યા છે ત્યારેહવે મિરાતે સિકંદરીના ૧૯૧૪ના પુસ્તકની ગણીગાંઠી નકલો બચેલી રહી ગઈ છે. આવામાં અમદાવાદની સરખેજ રોજા કમિટીએ લુપ્ત થઈ જાય તે પહેલાં તેને નવેસરથી છપાવીને વઘુ સો બસો વર્ષ માટે જીવતદાન આપવા માટે તેનું પુનઃપ્રકાશનનું કામ હાથ ધર્યું નતીજા સ્વરૂપે મિરાતે સિકંદરી હવે નવેસરથી બજારમાં આવી પણ ગયું છે.
ઉપરછલ્લી રીતે તો સરખેજ રોજા કમિટીનું કામ ઉમદા લાગે પરંતુ ખરો એજન્ડા આ પુસ્તકને બચાવવાનો નહીં પણ બદલવાનો હતો એવું હવે પુસ્તક બહાર પડ્યા પછી સુસ્પષ્ટ છે. અસલ મિરાતે સિકંદરી અને સરખેજ રોજા કમિટીના મિરાતે સિકંદરીને સરખાવતા, સંશોધકની દ્રષ્ટિએ દ્રષ્ટિપાત કરતાં નવા મિરાતે સિકંદરીમાં સત્યને છૂપાવવાની, અસત્યને સત્ય બનાવવાની, ઇતિહાસની ફેરબદલી કરી દીધી હોવાની માફ ન કરી શકાય એટલી અઢળક શયતાનીઓ માલૂમ પડે છે.
ગુજરાતના સુલતાનો વંશગત રીતે મૂળ ક્ષત્રિય હતા અને રામચંદ્રજીના વંશજ હતા પરંતુ દારૂનો ઉપયોગ કરતા ક્ષત્રિયોમાંથી નાત બહાર કઢાયા હતા એ વાત કરતો પ્રથમ પ્રકરણનો ફકરો નવા પુસ્તકમાં ઉડાડી દેવાયો છે. આ ફકરામાં સુલતાનોની હિંદુ પેઢીઓનો નામો સહિત ઉલ્લેખ હતો. ઝફરખાને મુસલમાનોના રિવાજ પ્રમાણે ગુજરાત દેશ પોતાને સ્વાધીન કર્યો હતો એવા મૂળ પુસ્તકના વાક્યમાંથી મુસલમાનોના રિવાજ શબ્દો ગુમ કરી દેવાયા છે. ‘ઝફરખાને સોમનાથ પાટણનું દહેરૂં લૂંટવાનો વિચાર કર્યો... કાફરોના તોર દબાવી દઈ સોમનાથ ગયો. આ મશહૂર દેવળ તોડીને ત્યાં મુસલમાની ધર્મ- રીતરિવાજો દાખલ કર્યા... એ જ વર્ષમાં ખબર મળી કે સોમનાથના હિંદુઓએ દરેક તરફ તોફાન ઉઠાવ્યું છે અને સ્વતંત્ર થવાનો દાવો કરે છે. આવો તેમનો નાલાયક ઇરાદો બેસાડી અને ઇસ્લામી ધર્મને મજબૂતાઈ આપી તેઓ પાટણ પાછા ફર્યા...’ આ બઘું નવી મિરાતે સિકંદરીમાં ગુમ છે. એક ઠેકાણે ‘કાફરો’ના સ્થાને ‘ઝુલ્મીઓ’ લખી દેવામાં આવ્યું છે. એક ઠેકાણે ‘દૈવયોગે’ શબ્દ ગુમ છે.
‘ઝફરખાનને ખબર મળી કે મંદ (માંડુ)ના હિંદુઓ મુસલમાનો પર જુલમ કરે છે. ખાને પોતાના ખાસ પ્રધાનો અને ઉમરાવોને બોલાવીને કહ્યું કે પૂર્વના (માંડુ ગુજરાતની પૂર્વે આવેલું છે.) મુસલમાનોને કંઈ પણ મુસીબત હોય તો તેમને મદદ કરવાની પશ્ચિમના (ગુજરાતના) મુસલમાનોની ફરજ છે... આ બાબતે જો આપણે શાંત રહીશું તો કાલે સવારે રાજાઓના પણ રાજા ખોદાતાલા આગળ શું જવાબ દઈશું ? મારી સલાહ તો એ છે કે કાફરોને સજા પહોંચાડવી લાઝમ છે...’ આ આખો ફકરો ગુમ છે.
સુલતાન તાતારખાન વિશેના બીજા પ્રકરણમાં ‘નાંદોદના હિંદુઓ’ એવા શબ્દપ્રયોગમાં ‘હિંદુઓ’ શબ્દ ઉડાડી દઈ તેને સ્થાને ‘દુશ્મનો’ શબ્દ લખી દેવાયો છે. મુઝફરશાહ વિશેના ત્રીજા પ્રકરણમાં ‘કુંભકોટના હિંદુઓ સામે લશ્કર મોકલાયું’ એવા પ્રયોગમાં ‘હિંદુઓ’ના સ્થાને ‘વિદ્રોહીઓ’ લખી દીઘું છે. સુલતાન શેખ કાસીમ પાસે ‘ઇસ્લામ ફતેહ’ થાય એવી આશિષ માંગવા આદમી મોકલ્યો એ વાક્યમાંથી ‘ઇસ્લામ’ શબ્દ ગુમ છે.
અમદાવાદ વસાવનારા સુલતાન અહમદશાહના પ્રકરણમાં ગુજરાતમાં ઇસ્લામ તલવારથી ફેલાયો હતો એવી સ્પષ્ટ વાત કરતા ફકરાને ઉડાડી દેવાયો છે. ‘ગુજરાત દેશના દર્પણમાંથી મૂર્તિપૂજાનો કાટ દિલ્હીના પાદશાહ અલાઉદ્દીને પોતાની તેજદાર તરવારથી કાઢ્યો હતો અને પાટણથી તે ભરૂચના કિલ્લા સુધી તેણે ઇસ્લામી ધર્મ ફેલાવ્યો હતો. પણ આસપાસના પ્રદેશમાં ધર્મનું જે અંધારૂ હતું તે રહ્યું હતું. આખરે ગુજરાતના સુલતાનોની મહેનતથી ધીમે ધીમે સફાઈ થઈ. સુલતાન અહમદે કેટલા મહાલમાં પોતાની મહેનતથી ઇસ્લામી ધર્મ ફેલાવ્યો તેનું વર્ણન હવે કરવામાં આવશે.’ અહમદશાહના જ પ્રકરણમાં એક ઠેકાણે ‘મંડળીક રાજાના તાબાના સોરઠ મુલકમાં’ એવા મૂળ વાક્યમાંથી મંડળીક રાજાનું નામ કાઢી નંખાયું છે. અહમદશાહે ‘ગિરનારના હિંદુઓ સામે’ ચડાઈ કરી એ અસલ વાક્યમાંથી ‘હિંદુઓ’ કાઢી નંખાયું છે એ જ રીતે ‘મુસલમાન લશ્કરના આગળના ભાગે હિંદુઓના લશ્કરને હરાવી દીઘું.’ એ ઉલ્લેખ પણ કાઢી નંખાયો છે.
‘અહમદશાહ સિદ્ધપુરનું સોના રૂપાની મૂર્તિઓવાળું દેવળ તોડવા આવ્યો. એ દેહરૂ લઈને ત્યાં મસ્જીદ બનાવી. જ્યાં મૂર્તિ, મૂર્તિ બનાવનાર અને મૂર્તિ પૂજનાર બેસતા હતા ત્યાં ઇમામ ખતીબ અને મુવઝન બેસવા લાગ્યા. સુલતાન અહમદના પ્રારબ્ધે એવી સહાય કરી કે જ્યાં મંદિર હતું ત્યાં ખુદાની મસ્જિદ થઈ... અહમદશાહે સંખેડા બહાદુરપુર પર ચડાઈ કરી અને પરત ફરતા હરેક ખૂણામાંથી ઘણાં ગુલામોને પોતાની સાથે લીધા અને મોરના પીછા જેવી ઘણીક ખુબસુરત સ્ત્રીઓને પણ દરેક જણ લૂંટની સાથે લઈ ગયા... ત્યારપછી સુલતાન અહમદ રાજ્યના જુદા જુદા ભાગમાં બંદોબસ્ત કરવા નીકળ્યો. જ્યાં જ્યાં લોકો સામા થતા ત્યાં ત્યાં તે તેમની પાયમાલી કરતો, મૂર્તિના મંદિરો તોડી નાંખતો અને તે જગ્યાએ મસ્જિદો તથા મિનારા બંધાવતો.’ મૂળ મિરાતે સિકંદરીમાંનું આ બઘું સરખેજ રોજા કમિટીએ નવી આવૃત્તિમાં ગુમ કરી દીઘું છે.
સુલતાન મહંમદશાહ બીજાના પ્રકરણમાં મૂળ મિરાતે સિકંદરીમાં ઉલ્લેખ છે કે, ઇડરના રાજાએ સુલતાન મહંમદશાહને પોતાની એક દીકરી મોકલી આપી. સુલતાન મહંમદ તેની ખૂબસૂરતીથી ગાંડો થઈ ગયો અને તેની ભલામણથી ઇડરનો મુલ્ક તેના બાપને પાછો આપ્યો... પરંતુ સરખેજ રોજા કમિટીના મિરાતે સિકંદરીમાં આ ગુપચાવાયું છે. જલાલખાન ઉર્ફે સુલતાન કુત્બુદ્દીનના પ્રકરણમાં મહમૂદ ખીલજીના એલચીઓનો આ સંદેશો ગુપચાવાયો છે ઃ મુસલમાનોની અંદર અંદરની લડાઈથી નાસ્તિક લોકોનો ઉલટું સુખ થાય છે. માટે વધારે સારું એ છે કે આસ્તિક લોકોએ ભાઈઓ તરીકે વર્તીને કુરાનના વચન પ્રમાણે એક થવું જોઈએ અને નાસ્તિકોને દબાવી દેવા જોઈએ. ખાસ કરીને રાણા કુંભાને...
મહમૂદ બેગડાના પ્રકરણમાંથી ‘હિંદુ’ શબ્દ ૨૭ વખત ગુમ કે રિપ્લેસ કરાયો છે. બેગડાએ જુનાગઢ, સોરઠ ચાંપાનેરના કિલ્લા/ પ્રદેશ જીતીને ‘હિંદુ’ રીતરિવાજ નાબૂદ કરી ‘ઇસ્લામી’ રીતરિવાજ દાખલ કર્યા એવા મૂળ ઉલ્લેખને ફેરવીને હિંદુના સ્થાને ‘ખોટા’ અને ‘ઇસ્લામી’ના સ્થાને ‘સારા’ એવા શબ્દ રિપ્લેસ કર્યા છે. ધર્મસંગ્રામ કરવા સુલતાને જવાહીરદાર લોઢાના શસ્ત્રો મંગાવ્યા એ મૂળ વાક્યમાંથી ધર્મસંગ્રામ શબ્દ ગુમ છે. સુલતાને ગિરનારના હિંદુઓને પરાજય કરવા ચડાઈ કરી એવા મૂળ વાક્યમાં ફેર કરીને હિંદુઓના સ્થાને રહેવાસીઓને લખ્યું છે. હિંદુઓના કુટુંબ પરિવાર તથા માલમત્તાનો મોટો ભાગ લશ્કરના હાથમાં આવ્યો એમાં હિંદુ શબ્દ ગુમ છે.
સુલતાનના સાંભળવામાં આવ્યું કે રાવમાંડળીક જ્યારે મૂર્તિપૂજા કરવા દેવાલયમાં જાય છે. ત્યારે સોનેરી પોશાક પહેરી તથા સોનેરી છત્ર લઈ ઘણા જ રૂઆબમાં જાય છે ! આમાં ‘મૂર્તિપૂજા કરવા દેવાલયમાં જાય છે’ એ વાત ગુમ છે... ‘રાવ માંડળીક સુલતાનની હજુરમાં આવ્યો અને કહ્યું કે મારાથી કંઈ ગુનો થયો નથી તો મારૂં બઘું ખેદાનમેદાન કરવા શા માટે મથો છો. સુલતાને કહ્યું કે મૂર્તિપૂજા કરતૉં બીજો કયો મોટો ગુનો છે. જો સુખ ચાહતો હોય તો તોહીદનું મહાવાક્ય ભણ અને ખરા અંતઃકરણથી મુસલમાન થા કે જેથી તારા મુલક ઉપરાંત બીજો મુલક પણ તારા હવાલામાં સોપું. અને જો તેમ ન કરીશ તો તારૂં નામનિશાન દુનિયાજહાનમાંથી ઉખેડી નાંખીશ...’ આ બઘું ગુમ કરી દેવાયું છે.
સોરઠના હિંદુઓ શરણે આવ્યા ત્યારે સુલતાને તે લોકો ઇસ્લામી ધર્મ અખત્યાર કરે તેવી શરતે તે લોકોની પ્રાર્થના કબૂલ રાખી એ ઉલ્લેખ ઉડાડી દેવાયો છે. ધર્મના મિત્રો અપવિત્ર ઇશ્વર વિમુખ હિંદુઓ પર વિજયવંત થયા એ વાક્યમાં હિંદુઓના સ્થાને એકેશ્વર વિરોધી લોકોએ લખ્યું છે.
‘તેણે કાફરના કિલ્લાનો દરવાજો તોડી નાંખ્યો અને દુનિયાને મૂર્તિપૂજક લોકોથી અને મૂર્તિથી પાક બનાવી’ એવા મૂળ ઉલ્લેખના સ્થાને ‘કાફર’ ઉડાડીને ‘દુશ્મન’ લખ્યું છે. ‘મૂર્તિપૂજા’ અને ‘મૂર્તિ’ કાઢી ‘વિરોધીઓ’ એવું લખ્યું છે. ‘મૂર્તિપૂજાના મંદિરને ક્રોધના અગ્નિથી ભસ્મીભૂત કર્યું અને ધર્મશાસ્ત્રનો દીવો પ્રગટ્યો’ એવા અસલ વાક્યના બદલે વિરોધીઓથી ધર્મશાસ્ત્રનો દીવો પ્રગટ્યો એવું લખ્યું છે.
‘સિંધના જમીનદારોએ પોતાના એલચીઓને સુલતાન (બેગડો) પાસે મોકલ્યા અને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની કબૂલાત આપી એટલી બધી આજીજી અને નરમાશ બતાવી કે સુલતાને તેમની કતલ માંડી વાળી અને ફરમાવ્યું કે લોકોને ઇસલામી ધર્મમાં આવવાની શરતે રક્ષણ આપવું. વળી તે લોકોએ મુસલમાન ધર્મની તમામ ફરજો બરાબર પાળવી જોઈએ અને હિંદુ લોકો સાથેના સંબંધનો ત્યાગ કરવો જોઈએ. દરેક કોમમાંથી આગેવાન લોકે અમારી રૂબરૂ જુનાગઢ આવવું. તેમને ધર્મના કાયદા કાનુન જાણનાર તથા ઉલેમાઓ પાસેથી ઇસ્લામી ધર્મનું શિક્ષણ આપી પાછા પોતાના કોમ કબીલામાં મોકલવામાં આવશે. તેઓ પોતાને ગામ આવી લોકોને તેવું શિક્ષણ આપે...’ આ આખી વાત ગુમ છે. સિંધના હિંદુ જમીનદારોના સ્થાને એક જગ્યાએ જુલ્મી જમીનદારો કરી નંખાયું છે તો તેમનાં બચ્ચાં છોકરાઓને કેદ પકડી સુલતાને જુનાગઢ મોકલ્યા હતા તે વાત પણ ગુમ કરી દીધી છે.
‘જગત (દ્વારકા) મૂર્તિ પૂજનારાઓનું પવિત્ર ધામ ગણાતું હતું. તેથી સુલતાને તેને જીતી લેવાનો ઇરાદો કર્યો હતો.’ એ વાત ઉડાડી દેવામાં આવી છે. સુલતાને આ સંદર્ભમાં જ કહ્યું હતું કે, ‘આ બુત પરસ્તો (મૂર્તિપૂજકો)ને હું તેઓની નાદાનીયત માટે સજા ફરમાવીશ નહીં ત્યાં લગ આરામ લેવાનો નથી.’ અહીં ‘બુત પરસ્તો’ના બદલે ‘ઝુલમ પરસ્તો’ કરી દેવાયું છે. આગળ દ્વારકાના હિંદુઓના સ્થાને ચાંચીયાઓ શબ્દ રિપ્લેસ કરી દેવાયો છે. સુલતાને દ્વારકામાં મૂર્તિઓ ભાંગી એ વાત ગુમ કરી દેવાઈ છે. હિંદુઓ બહાદુરીથી લડ્યા એ ઉલ્લેખ ગાયબ કરાયો છે. જગત દ્વારકા અને શંખોદ્વારના વિજયી મહમૂદ બેગડાને મૂળ પુસ્તકમાં ‘ધર્મવિજયી’ કહેવાયો છે પરંતુ નવા પુસ્તકમાં એ શબ્દ ગુમ છે. એ જ રીતે એક મૌલાનાએ બાદશાહને ઇસ્લામી ધર્મ તરફની લાગણી માટે મુબારકબાદી આપી એ વાતમાંથી ‘ઇસ્લામી’ ધર્મ શબ્દો ગુમ છે. સુલતાન મહમૂદ બેગડાએ દ્વારકાના હિંદુ રાજાને અમદાવાદમાં મુહાફીઝખાન પાસે મોકલીને એવી સજા કરવાનો હુકમ કર્યોકે અમદાવાદ શહેરના દરેક દરવાજે હિંદુ રાજાના શરીરના ટુકડે ટુકડા કરીને એક એક ટુકડો લટકાવવો. આ વાત નવા પુસ્તકમાંથી ઉડાડી દેવાઈ છે.
જ્યારે ચાંપાનેરના હિંદુ રાજાએ બેગડાના આક્રમણ સામે માંડુના ગ્યાસુદ્દીન પાસેથી રક્ષણ માંગ્યું ત્યારે ગ્યાસુદ્દીને કાજીઓને ભેગા કરીને પૂછ્યું કે પોતે શું કરવું. કાજીઓએ એકમતે જવાબ આપ્યો કે ઇશ્વરની વિમુખ એવા રાજા તથા પ્રજાને આ વખતે મુસલમાની ધર્મના બાદશાહે મદદ કરવી યોગ્ય નથી... આ વાત ઉડાડી દેવાઈ છે. ચાંપાનેર પર સવારથી સાંજ મુસલમાન તથા હિંદુ લશ્કર વચ્ચે ચાલેલી ઝડપના ઉલ્લેખમાં મુસલમાન અને હિંદુ શબ્દો ગાયબ કરીને સુલતાન અને રાવળ તપાઈ એ શબ્દો મૂકી દેવાયા છે. ભૂજના મૂર્તિપૂજકો સાથે સુલતાનનું લશ્કર લડાઈમાં ઉતર્યું એ વાત ઉડાડી દેવાઈ છે. કચ્છ સરહદ પરનું આનબરૂન મૂર્તિપૂજકોનું મુખ્ય સ્થાન હતું અને મૂર્તિપૂજકો સાથે વારંવાર લડાઈમાં ઉતર્યા એ બાબતના મૂળ ઉલ્લેખમાં મૂર્તિપૂજકના સ્થાને બળવાખોરો અને વિદ્રોહીઓ એવા શબ્દો મૂકી દેવાયા છે.
સુલતાન મુઝફ્ફરશાહ બીજાના પ્રકરણમાં સુલતાને હિંદુ લોકોને હાંકી કાઢવાને અને ધર્મિષ્ઠ મુસલમાનોનું રક્ષણ કરવા માળવા તરફ કૂચ કરી એવો મૂળ ઉલ્લેખ ફેરવી દેવાયો છે. એક ઠેકાણે ‘હિંદુઓ બીકથી ઘૂ્રજવા લાગ્યા’ એ મૂળ પુસ્તકના શબ્દો કાઢી નાંખ્યા છે. ‘ઘણા હિંદુ લોકોના કતલ થયા, એમ કહેવાય છે કે હિંદુ લોકોના ૧૯૦૦૦ માણસો માર્યા ગયા...’ ‘જો તમે ફતેહનું વરસ પૂછો તો તે હિંદુ લોકોની પરેશાનીમાં સમાયેલું છે. (હિંદુ લોકો પરેશાન થાય એ વર્ષ મુસ્લિમો માટે ફતેહનું વર્ષ છે.)’ આ બધા ઉલ્લેખો ગાયબ છે. મૂળ મિરાતે સિકંદરીમાં આ જ પ્રકરણમાં એક વાત એવી છે કે રાણાના લશ્કરના લોકો હવેલીઓમાં પહોંચી જઈને જ્યાં સામા દેખાય ત્યાં હિંદુઓને મારતા હતા ત્યારે એક હવેલીમાં આ જ આશયે પહોંચ્યા અને ભોંયરામાં ગયા ત્યાં ધડ-માથા અલગ હોય એવી હાલતમાં ચાલીસ મૃતદેહો જોયા આ વિશેનો વિસ્તૃત વર્ણન કરતો મોટો ફકરો ગુમ કરી દેવાયો છે. એક ઠેકાણે ‘ધાર્મિક લડાઈ’ના ઉલ્લેખમાં ધાર્મિકના સ્થાને ‘માનવતા’ શબ્દ બેસાડી દેવાયો છે. જ્યારે બીજે એક ઠેકાણે મૂળ પુસ્તકમાં એવો ઉલ્લેખ હતો કે...‘એમ કહેવામાં આવે છે કે સુલતાન મહમૂદે પોતાના જનાનખાનામાં બે હજાર પદમણીઓ ભરી હતી’... આ ઉલ્લેખ કાઢી નંખાયો છે. સુલતાનને ગુલામ પોતાની પત્નીની ઓફર કરે છે એ વાત ઉડાડી દેવાઈ છે.
હિંદુ મેદનીરાય કહે છે કે મારા બૈરા છોકરાઓ મુસલમાન લોકોના હાથમાં કેદ પકડાયા છે તો હવે જીવીને શું કરવું છે... મેદનીરાય પોતાને ઠાર કરવાનો પ્રયત્ન કરે છે આ વિશે વિગતવાર વાત કરતો ફકરો ગુમ કરાયો છે.
‘આખરે મુસલમાન લશ્કરની ફતેહ થઈ. ફતેહનો પવન ઇસ્લામી વાવટાના ફૂમતા પર વાયો અને હિંદુ લોકોના મોઢા પર શરમની ઘૂળ વીંટળાઈ વળી. હિંદુ લોકો શરમીંદા થયા. એ લડાઈમાં મુસલમાન લોકોના ફક્ત આઠ પણ ઘણા હિંદુ લોકો મરી ગયા.... આ લડાઈની ખબર તંબુ પર પહોંચી ગઈ અને નાશભાગ કરતા હિંદુની પૂંઠ પકડવા ઇસ્લામી લશ્કર પહોંચી ગયું... મુસલમાન લશ્કરની બહાદુરી જોઈ હિંદુઓ ગભરાયા... ઇસ્લામી લશ્કરે કૂચ કરી...’ સરખેજ રોજા કમિટી પ્રકાશિત નવા મીરાતે સિકંદરીમાંથી આ આખો ફકરો પણ ગાયબ છે.
મુલ્લા ઐયુબ નામના દરબારી કવિએ લખ્યું હતું કે, ‘વિદ્વાનોને અફીણ ખાવું છાજે છે કેમકે વિદ્યા કેફ સાથે રહે છે...’ આ અને આની આસપાસની આખી વાત ઉડાડી દેવાઈ છે. સુલતાન મુઝફ્ફરશાહના હુકમથી ‘લોકોએ રાજી થઈ હિંદુને કૂતરાની પેઠે મારી નાંખ્યો’ એવો સ્પષ્ટ ઉલ્લેખ ઉડાડી દેવાયો છે. ફીરંગીઓ મેંડક ખાય છે એવા ઉલ્લેખમાં મેંડક કાઢીને ખિસકોલી કરાયું છે.
સુલતાન સિકંદરશાહના પ્રકરણમાં મૂળ પુસ્તકમાં જ્યાં એક સ્થાને ‘રામજણી’ શબ્દ છે ત્યાં નવા પુસ્તકમાં ‘બાજારૂ ઓરતો’ શબ્દ છે. દીવમાં તોપો ફોડી બેશુમાર હિંદુઓને મહમૂદ આકા મીરે મારી નાંખ્યા એ મતલબના ઉલ્લેખમાં હિંદુઓના સ્થાને વિદ્રોહીઓ શબ્દ મૂકી દેવાયો છે.... ‘આ મઅલૂન મોતને લાયક છે કારણ કે તેણે કેલાક ઇસ્લામીઓ પાસેથી તેમની ઓરત પડાવીને તેને રખાત તરીકે રાખી છે’... આ ઉલ્લેખ ઉડાડી દેવાયો છે.
‘અઢાર વર્ષથી સીલહદીના કબજાના ભીલસા પ્રદેશમાં ઇસ્લામી ધર્મના કાનૂનોને બદલે હિંદુ ધર્મના કાનૂનો ચાલતા હતા. જ્યારે સુલતાન ત્યાં પહોંચ્યો ત્યારે તેણે હિંદુ ધર્મના રીતરિવાજો કાઢી નાંખ્યા અને ઇસ્લામી ધર્મના કાનૂનો દાખલ કર્યા. વળી ત્યાંના મૂર્તિપૂજકોને મારી નાંખ્યા અને તેઓના દહેરાઓ પણ તોડી નાખ્યા...’ મૂળ પુસ્તકમાંની આ આખી વાતમાં ઇસ્લામી ધર્મના કાનૂનને સ્થાને વ્યવસ્થિત કાનૂન અને સારા કાનૂન તથા હિંદુ ધર્મના કાનૂનના સ્થાને અંધાઘૂંધ કાનૂન શબ્દ દાખલ કરી મૂર્તિપૂજકોના સ્થાને હિંદુ ધર્મના એવા શબ્દો મૂકી દેવાયા છે.
સુલતાન કહે છે કે, ‘જો સીલહદીએ ઇસલામી ધર્મ અખત્યાર ન કર્યો હોત તો આજે તેના ટુકડે ટુકડા કરવા હુકમ આપ્યો હોત... સુલતાનના આક્રમણ ટાણે સીલહદીની સાતસો ઓરતો જોહરની અગ્નિમાં બળીને ભસ્મીભૂત થઈ, ઘણા રાજપૂતોની ઓરતો, છોકરીઓ મુસલમાનોના હાથમાં કેદ પકડાઈ, તેમના જવાહરો પ્રખ્યાત ઉમરાવ બુરહાનને આપી દેવાયા... સીલહદીને કેદમાં ઇસ્લામ ધર્મ અખત્યાર કરવાનું ઘણા પ્રયત્ન અને બેશુમાર કોશિશથી કહેવામાં આવ્યું... ધાર્મિક શિક્ષણ આપવાનું તથા ઇસ્લામ ધર્મના કાનૂનો તેના મન પર ઠસાવવાનું ફરમાવવામાં આવ્યું... સલાહ ઉદ દીન નામ આપવામાં આવ્યું...’ આ બઘું મૂળ પુસ્તકનું પાનાભર લખાણ નવા પુસ્તકમાં ઉડાડી દેવાયું છે.
‘સુલતાન મહમૂદના વખતમાં ઇસ્લામી ધર્મના કાયદા કાનૂન તથા રીતરિવાજો એવા તો પૂરજોશમાં અમલમાં મૂકાયા હતા કે શહેરમાં કોઈ હિંદુ ઘોડા પર બેસી શકતો નહિ, અને જ્યાં સુધી તે જામાની બાંય પર અથવા ખભા પર લાલ ટુકડો બાંધતો નહીં ત્યાં સુધી તે જામો પહેરી શકતો નહીં, હિંદુ લોકોના રીતરિવાજો જેવા કો હોળીની ક્રિયા, દિવાળીની ક્રિયા તથા મૂર્તિપૂજા ખુલ્લી રીતે પાળી શકાતા ન હતા. ખાનગીમાં પણ હિંદુઓ ઘૂ્રજતા તથા બીતા બીતા તેઓ પાળતા. ગરાસીઆઓએ સુલતાનના માર્યા પછી તેમને મારનાર નીચ બુરહાનની શકલ પત્થરમાંથી કોતરી કાઢી તેને પરમેશ્વર તરીકે પૂજવા માંડી અને કહ્યું કે આ અમારો પરમેશ્વર છે કે જેણે અમને મોતમાંથી જીંદગી તથા સલામતી બક્ષી છે. (બાકી તો) જો આ પ્રમાણે (સુલતાનનું રાજ) એક વર્ષ વઘુ ચાલ્યું હોત તો અમે ભૂખમરાથી માર્યા જાત અને જીંદગીનો સામાન પ્રલયના પવનને સ્વાધીન કરત...’ આ ફકરો નવા પુસ્તકમાં ગાયબ છે. ૧૫૦૦ની સદીમાં સિકંદરે અમદાવાદને અમદાવાદ તરીકે લખ્યું છે પણ નવા પુસ્તકમાં દરેક ઠેકાણે અહમદાબાદ લખાયું છે.
અને આ લાંબો લેખ તો માત્ર ટ્રેલર છે, ફક્ત પ્રાથમિક સંશોધનમાં માલૂમ પડેલું સત્ય છે. નવા મિરાતે સિકંદરીમાં હજુ ઘણું વધારે ગુપચાવેલું સત્ય અને રિપ્લેસ કરેલું અસત્ય છે. જો ગુજરાતના ઇતિહાસનો દ્રોહ કરનારા પ્રકાશકોમાં જરા પણ સજ્જનતા હોય તો મિરાતે સિકંદરીના નામે છપાયેલા પુસ્તકો સરખેજના તળાવમાં ડૂબાડી દેવા જોઇએ. મરજી મુજબ મચડી કઢાયેલા એડીટ કરાયેલા આ પુસ્તકને અન્યથા સરકારે પ્રતિબંધિત કરીને જપ્તકરવું જોઈએ. પૈસાપાત્ર વ્યક્તિઓએ જૂનું અસલ મિરાતે સિકંદરી હવે જે કંઈ રહીસહી ગયું છે તેને અસલ સ્વરૂપમાં મોટી સંખ્યામાં પુનઃ પ્રકાશિત કરવું જોઈએ. નહીં તો ખોટું મિરાતે સિકંદરી વર્ષો સુધી બદલેલો ઇતિહાસ પ્રચલનમાં રાખશે. ઇતિહાસનો કોઈ ધર્મ ન હોઈ શકે; હિંદુ નહીં, મુસ્લિમ નહીં અને સેક્યુલર પણ નહીં.